અમિતાભ બચ્ચને ટ્વિટર પર કરી મજેદાર ટ્વિટ, માત્ર હિન્દીના એક ‘હૈ’ એ English ભાષાને હંફાવી

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

અમિતાભ બચ્ચને પોતાના મજેદાર સેંસ ઓફ હ્યૂમર માટે ઘણા પ્રસિદ્ધ છે. પોતાની ફિલ્મોને લઇને તેમના પ્રમોશન સુધી બિગ બીનો મઝેદાર અંદાજ ઘણી વખત લોકોને નજરે પડે છે. ફિલ્મ ‘નમક હલાલ’નો તે ડાયલૉગ તો તમને બધાને યાદ જ હશે ‘English is a Funny Language..’ પોતાના આ ફિલ્મી ડાયલૉગને બિગ બીએ એક વાર ફરીથી સાબિત કરી દીધો છે, તે પણ ટ્વિટર પર. બિગ બીએ એક એવી મઝેદાર ટ્વિટ કરી છે કે તેમના ફ્રેન્સ પણ ખુદની હસી રોકી શકે તેમ નથી.

દરેક ભાષાની પોતાની એક મઝા છે અને બિગ બીએ હાલમાં પોતાની એક ટ્વિટથી સાબિત કર્યું છે કે હિન્દીમાં આપણે કેટલી સરળતાથી પોતાની વાત કહી શકીએ છીએ. જો કે, તેમણે પોતાની ટ્વિટમાં એવું પણ કહ્યું કે, કેવી રીતે કોઇ વાતને ફરીથી સાંભળવા માટે અંગ્રેજીમાં કેટલું લાબું વાક્ય કહેવું પડે છે જ્યારે હિન્દીમાં આપણે માત્ર ‘હૈ’ થી તે કામ કરી લેતા હોઇએ છીએ. તમે પણ જોવો બિગ બીની આ મઝેદાર ટ્વિટ….

T 3054 –

Just look at the efficacy of the Hindi language:

(In English)

I am sorry, I can not hear you properly, can you please repeat what is the matter ?

(In Hindi)

हैं……

?

~ Ef VB

— Amitabh Bachchan (@SrBachchan) January 10, 2019

બિગ બીએ જો કે તે સાબિત કરી દીધું કે, હિન્દીથી મઝેદાર બીજી કોઇ ભાષા જ ના હોઇ શકે. એટલે માત્ર એક ‘હૈ’ શબ્દ કરી શકે છે, તેના માટે અંગ્રેજીમાં કેટલું બધું કહેવું પડે છે. એટલે સુધી કે તે એકલો શબ્દ જ ઘણી વખત આશ્ચર્ય, ગુસ્સા, દુ:ખ જેવા ઘણા ભાવ પ્રગટ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, બિગ બીની આ મઝેદાર ટ્વિટ ફ્રેન્સને ઘણી પસંદ પડી રહી છે. તેને અત્યાર સુધી 42 હજારથી વધારે લાઇક્સ મળી ચૂકી છે અને 4.5 હજારથી વધારે વખત રીટ્વિટ કરવામાં આવી ચૂકી છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને ઘણી વખત પોતાના ફ્રેન્સના સવાલના જવાબ પણ ટ્વિટર મારફતે આપે છે. તે પોતાની ફિલ્મો સાથે જોડાયેલી અપડેટ્સ પણ ટ્વિટર અને પોતાના બ્લોગ મારફતે આપે છે.