દીપિકાને આયુષ્યમાન ખુરાનાની ફિલ્મની સીકવલમાં કામ કરવાની ઇચ્છા

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 જાન્યુઆરી 2019, શુક્રવાર

દીપિકા પદુકોણ લગ્ન બાદ થોડી હળવાશ અનુભવી રહી છે.હાલ તેણે વધુ ફિલ્મો સાઇન કરી નથી. તે પતિ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. લગ્ન બાદ તે મેઘના ગુલઝારની 'છપાક ફિલ્મથી ફરી રૂપેરી પડદે દેખાશે.

૨૦૧૯માં દીપિકાએ પોતાની યોજના જણાવતાં કહ્યું હતુ ંકે, '' હું હળવા મૂડમાં રેહવા માંગું છું.મારે મારા પેરન્ટસ અને બહેન સાથે વધુ સમય પસાર કરવો છે. આ વરસમાં મારે પિયાનો અને ગિટાર શીખવા છે. હું કેટલાય વરસોથી મારા આ શોખને ટાળતીઆવી છું.

પરંતુ આ વરસે મારે શીખવા જ છે. આ ઉપરાંત મારે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'અંધાધૂન'ની સિકવલમાં કામ કરવાની ઇચ્છા છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની સફળ ફિલ્મોમાંની આ એક સફળ ફિલ્મ છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાએ એકઅંધ વ્યકિતની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તબ્બુ અન ેરાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં હતી.