રણવીર સિંહ અને રણબીર કપૂર સહિત બોલિવૂડમાં દસ કલાકારની બમ્પર કમાણી

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 જાન્યુઆરી 2019, શુક્રવાર

બોલીવૂડમાં ૨૦૧૮માં ખાન ત્રિપુટીઓને નવોદિતોએ પાછળ છોડી દીધા છે. બોલીવૂડમાં સોથી વધુ કમાણી કરી આપનાર અભિનેતાની યાદીમા ંરણવીર સિંહનું નામ પ્રથમ બોલાઇ રહ્યું છે. રણવીર સિંહની ગયા વરસે ફક્ત બે જ ફિલ્મો રીલિઝ થઇ છે. એક 'પદમાવત અને બીજી સિમ્બા', છે. આ બન્નેફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને તેને પહેલા ક્રમાંકે મુકી દીધો છે. રણવીરની ફિલ્મોથી નિર્માતાઓ રૂપિયા ૫૧૪ કરોડ કમાાયા છે. આ બાદ અક્ષય કુમારનું નામ આવે છે. જેણે ત્રણ ફિલ્મો આપી અને રૂપિયા ૩૭૫ કરોડનો ધંધો કર્યો. આ ફિલ્મમાં 'પેડમેન, ગોલ્ડ અને ૨.૦ સામેલ છે.

આ પછી રણબીર કપૂરે બોલીવૂડના માંધાતાઓને રૂપિયા ૩૪૨ કરોડનો વ્યવસાય કરી આપ્યો. રણબીરની ફક્ત એક જ ફિલ્મ 'સંજુ ' રીલીઝ થઇ અને તેણે બોક્સઓફિસ પર ટંકશાળ પાડી શાહિદ કપૂરે રૂપિયા ૩૩૯ કરોડ રળી આપ્યા છે. તેની પદમાવત, બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ આવી. જોકે તેને બત્તી ગુલ… ખાસ ઉકાળી શકી નહીં છતાં કમાણીના મામલે તે ચોથા નંબરે રહ્યો.

આયુષ્યમાન ખુરાના ઓફબીટ ફિલ્મો માટે જાણીતો છે. તેની અંધાધૂન અને બધાઇ હો એ દર્શકોને ખુશ કરી દીધા તેણે મનોરંજન ઇન્ડસ્ટ્રીને રૂપિયા બસો બાર કરોડ કમાવી દીધા. તેની ફિલ્મો ઓછા બજેટની હોવાથી આ આંકડો મહત્વનો ગણાય છે. અમિતાભ બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રૂપિયા બસો ત્રણ કરોડ કમાવી દીધા છે.તેમની ઠગ્સ ઓફ હિંદુસ્તાન તો ફ્લોપ ગઇ પરંતુ '૧૦૨ નોટ આઉટ દર્શકોને પસંદ પડી હતી.

રજની કાન્તની ફિલમની કમાણી રૂપિયા ૧૮૯ કરોડ રહી છે. તેની ૨.૦ ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી.

દર્શકોનો માનીતો કલાકાર સલમાન ખાન ફક્ત રૂપિયા એકસો છાંસઠ કરોડની કમાણી જ કરાવી શક્યો છે. તેની એક જ ફિલ્મ રીલીઝ થઇ હતી. 'રેસ ૩ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઇ અને સલમાન આયાદીમાં આઠમા સ્થાને આવી ગયો