શું આલિયા- સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બોલવાનો પણ સંબધ નથી? સામે આવ્યું મોટું કારણ

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

બૉલીવુડના ઘણા સ્ટાર્સ ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. રણવીર સિંહ, રણબીર કપૂર, આયુષ્માન ખુરાના, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સ્ટાર્સ તે દરમિયાન એક સાથે એરપોર્ટ પર નજરે પડ્યા હતા.

એક્સ લવર્સ આલિયા અને સિદ્ધાર્થને લઇને એક અહેવાલ સામે આવી રહ્યા છે. રિપોર્ટસના મતે, આલિયા અને સિદ્ધાર્થની વચ્ચે એરપોર્ટ પર બિલકુલ વાતચીત થઇ નહોતી અને બન્નેની વચ્ચે સ્થિતિઓ ઘણી અસહજ દેખાતી હતી. બન્ને જણાએ એક બીજાને ઈગ્નોર કર્યા હતા.

જો કે, આલિયાના ‘બૉયફ્રેન્ડ’ રણવીર કપૂર અને સિદ્ધાર્થની વચ્ચે હાય-હેલો થયા અને બન્ને એક બીજાની સાથે કંફર્ટેબલ નજરે પડ્યા હતા. રણબીર કપૂરની સાથે રિલેશનશિપ પહેલા આલિયા, સિદ્ધાર્થને ડેટ કરી રહી હતી. 2017માં બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીર અને આલિયા નજીક આવ્યા હતા.

જ્યારે સિદ્ધાર્થ અને કિયારા અડવાણીની ડેટિંગના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. બન્નેમાંથી કોઇએ પણ પોતાના રિલેશનશિપ વિશે જણાવ્યું નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરોમાં સિદ્ધાર્થ અથવા તો રાજકુમાર રાવની સાથે તો વિક્કી કૌશલની સાથે સમય વિતાવતી નજરે પડી અને આ બધામાં રણબીર અને આલિયા વચ્ચે અંતર જોવા મળ્યું હતું. રણબીર, આલિયા, સિદ્ધાર્થ, વરૂણ, રાજકુમાર, આયુષ્યમાન સિવાય વિકી કૌશલ, કરણ જૌહર, રોહિત શેટ્ટી અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સ પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા.