નિવૃત્તિ પછી કોઈ દિવસ બેટ નહીં પકડું: કોહલી

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

  • સ્પોર્ટ્સ ડેસ્ક: નિવૃત થયેલા ક્રિકેટર્સ અલગ-અલગ દેશોમાં જઈને ટી-20 લીગ્સ રમે તે એક કોમન ટ્રેન્ડ થઈ ગયો છે. પરંતુ ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું છે કે એક વખત તે નિવૃત્તિ લેશે પછી ક્યારેય બેટ નહીં પકડે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે પહેલા કોહલીને પૂછવામાં આવ્યું હતું કે શું તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશમાં રમશે જો BCCI તેના ખેલાડીઓને તેમાં રમવાની છૂટ આપે તો? કોહલીએ જવાબ આપતા કહ્યું કે, "ઓનેસ્ટલી કહું તો મને નથી ખબર BCCI ભવિષ્યમાં આના વિશે શું નિર્ણય લેશે પરંતુ મારી વાત કરું તો હું એટલું બધું ક્રિકેટ રમી રહ્યો છુ કે મને નથી લાગતું હું તેમાં ભાગ લઈશ."
રિટાર્યમેન્ટ પછી બેટ નહીં પકડું: કોહલી
  • 1.હું છેલ્લા 5 વર્ષમાં એટલું ક્રિકેટ રમ્યો છુ, મને એ નથી ખબર કે રીટાયર્ડ થયા પછી સૌથી પહેલા હું શું કરીશ પરંતુ હું ફરી પાછું ક્યારેય બેટ તો નહીં પકડું. હું ક્રિકેટ રમવાનું ત્યારે છોડીશ જયારે મને લાગે કે મારી અંદરનું ક્રિકેટ સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ ગયું છે અને જે દિવસે એવું થયું તે બાદ હું પાછો આવીને ક્રિકેટ નહીં રમું તે નક્કી છે.
  • છેલ્લા 12 મહિનામાં વનડેમાં રમત સુધરી છે

    2.છેલ્લા 12 મહિનામાં અમારી બેટિંગ વધુ સ્ટ્રોંગ થઇ છે. તેમાં અમારા ઓપનર્સ રોહિત શર્મા અને શિખર ધવને મહત્વની ભૂમિકા ભજવી છે. એક સમય હતો જયારે અમે મિડલ ઓવર્સમાં ધીમા પડી જતા હતા અને તેથી અમે 25-40 ઓવર દરમિયાન અમારી બેટિંગ સ્ટાઇલ ચેન્જ કરી હતી. અત્યારે અમારી બેટિંગની પરિસ્થિતિથી ટીમ મેનેજમેન્ટ અને હું કમ્ફર્ટેબલ છીએ અને વનડેમાં અમારું પ્રદર્શન સારું રહ્યું છે.

  • ટીમ એકદમ સંતુલિત છે

    3.અમારી ટીમ અત્યારે એક્દમ સંતુલિત છે. અમારા બોલર્સ પણ સારી રિધમમાં છે. વનડેમાં કોઈ પણ ટીમ પોતાના દિવસે ગમે તેને માત આપી શકે છે. તમારું લક્ષ્યાંક પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાનું અને તેમજ પોતાની સ્ટ્રોન્ગેસ્ટ પ્લેઈંગ 11 રમાડવાનું હોવું જોઈએ. અમે વનડે ક્રિકેટમાં સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ અને રિઝલ્ટ્સથી ખુશ છીએ.