સીડની ઓપનમાં સ્વાર્ટ્ઝમાનને હરાવીને સેપ્પી ફાઈનલમાં પ્રવેશ્યો

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

સીડની, તા.૧૧

આઠમો સીડ ધરાવતા ઈટાલીના એન્ડ્રે સેપ્પીએ અપસેટનો સિલસિલો આગળ ધપાવતા ૭-૬ (૭-૩), ૬-૪થી ત્રીજો સીડ ધરાવતા આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાનને હરાવીને સીડની ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ફાઈનલમાં સેપ્પીનો મુકાબલો ફ્રાન્સના જીલ સિમોન કે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી ડે મિનાર સામે થઈ શકે છે.

સેપ્પીએ અગાઉ કવાર્ટર ફાઈનલમાં ગ્રીસના ટોપ સીડ ધરાવતા સિત્સિપાસ સામે ત્રણ સેટના મુકાબલા બાદ વિજય મેળવ્યો હતો. જે પછી સેમિ ફાઈનલમાં તેણે ત્રીજો સીડ ધરાવતા ખેલાડીને હરાવીને ટાઈટલ જીતવા માટે દાવેદારી નોંધાવી દીધી છે.

જ્યારે મહિલા સિંગલ્સની ફાઈનલમાં ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા અને ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટી વચ્ચે મુકાબલો ખેલાશે. આજે રમાયેલી સેમિ ફાઈનલમાં પાંચમો સીડ ધરાવતી પ્લિસકોવાએ બેલારુસની બિનક્રમાંકિત ખેલાડી સાસ્નોવાને સીધા સેટોમાં ૬-૧, ૬-૨થી પરાજીત કરી હતી. વિમેન્સ સિંગલ્સની બીજી સેમિ ફાઈનલમાં એશ્લી બાર્ટીએ નેધરલેન્ડની કીકી બેર્ટન્સને ૭-૬ (૭-૪), ૪-૬, ૫-૭ના ભારે સંઘર્ષ બાદ હરાવી હતી.